‘સુપર ચોર’ની ગોવામાં મોજ મસ્તી, કસીનોમાં રમ્યો
મહારાષ્ટ્રના ‘જીમી’નો રેકોર્ડ, 4 રાજ્યોના 100 મકાનોમાંથી લાખોની ચોરી કરી
સુરત ક્રાઈમ બ્રાંચે ટ્રિક વાપરીને ઝડપ્યો
એક એવો શાતિર ચોર જે એક રાજ્ય નહીં પરંતુ અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપતો હતો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા અને પોલીસ માટે માથાનો દુખાવો બનેલો આ રીઢોચોર દિવસે બાઈક પર ફરતો અને રાત્રે ઘરફોડ ચોરીને આપતો અંજામ પલ્સર બાઈક પર ફરતો આ આરોપી હોટલમાં રોકાઈ પહેલા કરતો રેકી અને પછી ચોરી આખરે સુરત ગ્રામ્ય પોલીસના જાળમાં આવી ગયો છે આ શાતિર આરોપી. આરોપીનું નામ છે જિમી ઉર્ફે દીપક શર્મા જે 100થી વધુ ચોરીઓને અંજામ આપી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે જુઓ અમારી આ સ્પેશિયલ ક્રાઇમ સ્ટોરી.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી. ઘણા વિસ્તારોમાં રાત્રિના સમયે ઘરોના તાળા તોડી કિંમતી દાગીના અને રોકડની ચોરી થતી હતી. આ સતત વધતી ચોરીઓને કારણે પોલીસ માટે આ મામલો પડકારરૂપ બન્યો હતો. સુરત ગ્રામ્ય પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. અને તપાસ દરમિયાન પોલીસને એક શાતિર આરોપી અંગે માહિતી મળી. જે આરોપી અલગ અલગ રાજ્યોમાં જઈ ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો.આ આરોપી માત્ર સામાન્ય ચોર નહોતો. તે ચોરી કરવા માટે ખૂબ જ આયોજનબદ્ધ રીત અપનાવતો હતો. પલ્સર બાઈક પર રાજ્યોની સરહદ પાર કરીને ફરતો અને જ્યાં ચોરી કરવી હોય તે વિસ્તારમાં પહેલા દિવસો સુધી રેકી કરતો.પછી રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપતો અને પલાયન થઈ જતો ચોરી કર્યા પછી આ આરોપી માત્ર રાજ્યમાં જ રહેતો નહોતો. ચોરેલો માલ દિલ્હી -ગોવામાં વેચી નાખતો. દાગીના પીગાળી લગડી અથવા કોઇન બનાવી વેચી નાખવાની પણ તેની રીત હતી. અને ચોરીથી મળેલા પૈસાથી મોજશોખ, નશો અને કશીનો માં જુગાર રમતો હતો. પરંતુ સુરત ગ્રામ્ય પોલીસની તપાસ દરમિયાન આખરે તેનો ભાંડો ફૂટ્યો. દક્ષિણ ગુજરાતમાં વધી રહેલી ઘરફોડ ચોરીઓને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસે તપાસ વધુ તેજ કરી હતી.
તપાસ દરમિયાન આરોપી જિમી ઉર્ફે દીપક શર્મા બાઈક અને ચોરેલા માલ સાથે ઝડપાઈ ગયો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ વધુ તપાસ શરૂ કરી. અને તપાસ દરમિયાન આરોપીને દિલ્હી લઇ જવામાં આવ્યો. જ્યાંથી પોલીસને 15 લાખ 55 હજાર 680 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો જ્યારે આરોપી પાસેથી બે પલ્સર બાઈક અને રોકડ સહિત કુલ 18 લાખ 82 હજાર 630 રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. “100 ચોરીનો માસ્ટરમાઈન્ડ”આરોપી જિમી ઉર્ફે દીપક શર્મા સક્રિય રાજ્યો ગુજરાત * મહારાષ્ટ્ર * રાજસ્થાન * હરિયાણામાં ઘરફોડ ચોરીને અંજામ આપતો આંતરરાજ્યમાં સક્રિય અને 100થી વધુ ચોરીઓને અંજામ આપનાર આ શાતિર
આરોપીની ધરપકડથી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપીની ધરપકડ બાદ અનેક રાજ્યોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે. અને શક્ય છે કે આ કેસમાં હજુ વધુ ખુલાસા સામે આવે. કેમ કે… આ માત્ર એક ચોરની ધરપકડ નથી… પરંતુ અનેક રાજ્યોમાં ફેલાયેલા એક મોટા ક્રાઇમ નેટવર્કનો ભેદ પણ બની શકે છે….
