Site icon hindtv.in

સુરતના કતારગામ વિસ્તારમાં નવદંપતીનો આપઘાત

સુરતના કતારગામ વિસ્તારમાં નવદંપતીનો આપઘાત
Spread the love

સુરતના કતારગામ વિસ્તારમાં નવદંપતીનો આપઘાત
આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની દુઃખદ ઘટના
ઘરના રૂમમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળતા ચકચાર મચી

સુરતના કતારગામ વિસ્તારમાં એક નવદંપતીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની દુઃખદ ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. લગ્નના એક વર્ષમાં જ ઘરના રૂમમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

કતારગામ સ્થિત કિસ્મત કોલોનીના હળપતિવાસ વિસ્તારમાં 23 વર્ષીય અભય ગિરીશભાઈ કાતરિયા અને તેમની પત્ની દિશાબેન અભય કાતરિયાના મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. બંને મકાનના બીજા માળે રહેતા હતા. બપોરના સમયે પરિવારજનો ઘરે હાજર હતા, પરંતુ રૂમનો દરવાજો લાંબા સમય સુધી અંદરથી બંધ રહેતા શંકા ગઈ હતી. દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં બંને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેના લગ્નને માત્ર એક વર્ષ જ થયું હતું. અભય લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરતો હતો, જ્યારે દિશાબેન ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. અભય મૂળ ભાવનગર જિલ્લાના ખડસલીયા ગામનો વતની હતો, જ્યારે દિશાબેન મૂળ ઝારખંડની રહેવાસી હતી. હાલ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version