Site icon hindtv.in

સુરત ગોડાદરાની હોટલમાં રોકાયેલા ડોક્ટરનો આપઘાત

સુરત ગોડાદરાની હોટલમાં રોકાયેલા ડોક્ટરનો આપઘાત
Spread the love

સુરત ગોડાદરાની હોટલમાં રોકાયેલા ડોક્ટરનો આપઘાત
કિરણ હોસ્પિટલના ડોક્ટરે ઈન્જેક્શન મારી આપઘાત કરી લીધો
મૃતદેહ પાસેથી બે પેજ મળ્યા હતા
પેજ પર ન્યાય લખ્યું હોવાનુ સામે આવતા ચકચાર મચી

સુરતના ગોડાદરા ખાતે આવેલી હોટલમાં રોકાયેલા કિરણ હોસ્પિટલના ડોક્ટરે ડાબા હાથે ઈન્જેક્શન મારી આપઘાત કરી લીધો હતો. તો મૃતદેહ પાસેથી બે પેજ મળ્યા હતા એક પેજમાં પત્ની ધારાનું ચિત્ર બનાવી આઈ લવ ધારા અને અન્ય પેજ પર ન્યાય લખ્યું હોવાનુ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટર ભાવેશ રાહુલ કવાડએ એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર ભાવેશ રાહુલ કવાડ મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ એક નોટ મળી આવી હતી. જેમાં એક પેજ પર પત્નિ ધારાનુ ચિત્ર બનાવી આઈ લવ ધારા લખ્યુ હતુ જ્યારે બીજા પેજ પર ન્યાય લખ્યુ હતું. જેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. તો બીજી તરફ આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version