Site icon hindtv.in

સુરતના પિપલોદ ખાતે રહેતી ડિવોર્સી મહિલાની આત્મહત્યા

સુરતના પિપલોદ ખાતે રહેતી ડિવોર્સી મહિલાની આત્મહત્યા
Spread the love

સુરતના પિપલોદ ખાતે રહેતી ડિવોર્સી મહિલાની આત્મહત્યા
પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી
છુટાછેડા બાદ પણ પતિ હેરાન કરતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો

સુરતના પિપલોદ ખાતે રહેતી ડિવોર્સી મહિલાએ પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તો છુટાછેડા બાદ પણ પતિ હેરાન કરતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે પીપલોદ વિસ્તારમાં રહેતી મુળ મહારાષ્ટ્રની ડિવોર્સી મહિલા પુનમ શાહ એ ચાર વર્ષિય પુત્ર શિવાય શાહની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો. તો પિયર પક્ષ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે પુનમ શાએ અમદાવાદ ખાતે રહેતા કરણ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જો કે તેઓ વચ્ચે અણબનાવ થતા છુટાછેડા થયા હતાં. પરંતુ ત્યારબાદ પણ કરણ શાહ વારંવાર હેરાન પરેશાન કરતો હતો તેવા આક્ષેપો પુનમ શાહના પરિવાર દ્વારા કરાયા હતાં. હાલ તો ઉમરા પોલીસે ડિવોર્સી મહિલાના આપઘાત અને પુત્રની હત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે

Exit mobile version