સુરતના વરાછામાં ધોરણ 12ની વિદ્યાર્થીનીની સ્યુસાઈડ નોટ
માતા બાદ પિતા પણ છોડીને જતા રહેતા આઘાત
રેલ્વે બ્રિજ પરથી મોતનિ છલાગ લગાવી મોતને વ્હાલુ કર્યુ
સુરતના વરાછામાં માતા બાદ પિતા પણ છોડીને જતા રહેતા આઘાતમાં આવેલી ધોરણ 12ની વિદ્યાર્થીનીએ ભાઈની નજર સામે જ રેલ્વે બ્રિજ પરથી મોતનિ છલાગ લગાવી મોતને વ્હાલુ કર્યુ હતું. તો વિદ્યાર્થીનીની સ્યુસાઈડ નોટ પણ સામે આવી છે.
સુરતના વરાછામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. ભાઈની નજર સામે બહેનની રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. વાત એમ છે કે સુરતમાં રહેતી વિદ્યાર્થીનીની માતા અગાઉ છોડી ગઈ હતી અને પિતા બે દિવસથી ગુમ થઈ ગયા હતા જેને લઈ માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતા આઘાતમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત કર્યુ હતું. સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે હું તાપી નદીમાં ઠેકડો મારું છું. જો કે માછીમારોએ નદીમાંથી વિદ્યાર્થીનીને બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતું. તો નવાઈની વાત એ હતી કે વિદ્યાર્થીનીના અંતિમ સંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી જેથી પિતા ગુમ અને દીકરીએ આપધાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
