Site icon hindtv.in

સુરતમાં આપઘાતના વધી રહેલી બનાવો વચ્ચે પોલીસ સ્ટેશનમાં આપઘાત

સુરતમાં આપઘાતના વધી રહેલી બનાવો વચ્ચે પોલીસ સ્ટેશનમાં આપઘાત
Spread the love

સુરતમાં આપઘાતના વધી રહેલી બનાવો વચ્ચે પોલીસ સ્ટેશનમાં આપઘાત
લીંબાયત પોલીસ મથકમાંજ યુવાને ચોથા માળેથી મોતની છલાંગ
પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાને લઈ અનેક સવાલો

સુરતમાં આપઘાતના વધી રહેલી બનાવો વચ્ચે લિંબાયત પોલીસ મથકમાં જ એક યુવાને ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

સુરતમાં રોજેરોજ આપઘાતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી એક યુવાને મોતની છલાંગ લગાવી હતી. યુવાન પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પડતા ચકચાર મચી ગઈ હતી. તો પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ યુવાનનુ મોત નિપજતા લિંબાયત પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે મૃતક ફરિયાદી કે આરોપી તે મામલે પોલીસે મૌન ધારણ કર્યુ છે.

Exit mobile version