Site icon hindtv.in

ધારાસભ્ય ચૈત્ર વસાવાના નાના ભાઈનો આપઘાતનો પ્રયાસ

ધારાસભ્ય ચૈત્ર વસાવાના નાના ભાઈનો આપઘાતનો પ્રયાસ
Spread the love

ધારાસભ્ય ચૈત્ર વસાવાના નાના ભાઈનો આપઘાતનો પ્રયાસ
શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લેતા ચકચાર
ગંભીર હાલતમાં શાંતિલાલ વસાવાને સુરત નવી સિવિલ ખસેડાયા
સુરત નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર ચાલુ

ધારાસભ્ય ચૈત્ર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. તો ગંભીર હાલતમાં શાંતિલાલ વસાવાને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયાં હતાં જ્યાં હાલ આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે.

સુરતમાં ધારાસભ્ય ચૈત્ર વસાવાના નાના ભાઈ દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 35 વર્ષીય શાંતિલાલ દામજીભાઈ વસાવાએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે શાંતિલાલ વસાવાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, મોટા ભાઈ ચૈત્ર વસાવાને સાત વર્ષની જેલની સજા મળ્યા બાદ તેઓ લાંબા સમયથી માનસિક તણાવમાં હોવાની વાત સામે આવી છે.

Exit mobile version