Site icon hindtv.in

વડોદરા મેડિકલના વિદ્યાર્થીઓના આપઘાતનો પ્રયાસ.

વડોદરા મેડિકલના વિદ્યાર્થીઓના આપઘાતનો પ્રયાસ.
Spread the love

વડોદરા મેડિકલના વિદ્યાર્થીઓના આપઘાતનો પ્રયાસ.
19 વર્ષીય વિદ્યાર્થીએ પ્રોફેસર પર કર્યા ગંભીર આક્ષેપ.
પ્રોફેસર કોમલ મેડમ અને રુષિકેશ સર પર ગંભીર આરોપો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણીયા ગામના સમીરભાઈ ડાહ્યાભાઈ રાઠોડે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પાયોનિયર કોલેજ, વડોદરાના પ્રોફેસર કોમલ મેડમ અને રુષિકેશ સર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

વડોદરા મેડિકલના વિદ્યાર્થીઓના આપઘાતનો પ્રયાસ મામલે ફરિયાદ મુજબ, આરોપીઓએ B.A.M.S ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી રોહન દિનેશભાઈ રાઠોડ સાથે તેની અનુસૂચિત જાતિના આધારે જાતિ ભેદભાવ કર્યો હતો. આરોપ છે કે, પ્રોફેસરોએ રોહનને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો, જાહેરમાં અપમાન કર્યું અને તેનું ભણતર બગાડી દેવાની ધમકીઓ આપી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓએ રોહનને સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. ક્લાસમાં અને અન્ય વિદ્યાર્થીઓની સમક્ષ જાહેરમાં તેનું અપમાન કર્યું હતું. આ ઉપરાંત, તેનું ભણતરનું આખું વર્ષ બગાડી દેવાની ધમકીઓ પણ આપી હતી.

વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો છે. કોલેજના બે પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ જનરલમાં સહી કરી આપી નહોતી અને જનરલ બુક ફેંકી દીધી હતી. આ સતત અન્યાય, અપમાન અને માનસિક ત્રાસના કારણે રોહનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જેથી રોહને કોલેજના ત્રીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે. વડોદરામાં યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પરિવાર જુનાગઢ લઈ ગયો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version