Site icon hindtv.in

સુરતમાં શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું

સુરતમાં  શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું
Spread the love

સુરતમાં શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું
આકરી ગરમીમાં શેકાતા વાહનચાલકોના કોઠા કરાયા ઠંડા,
શેરડીના રસનું સિગ્નલ પર વિતરણ
500થી વધુ લોકોને મફતમાં શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો

સુરતમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેલા રાહદારી અને વાહનચાલકોને ગરમીના આકરા તાપમાં પોલીસ દ્વારા શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉનાળાની આકરી ગરમી વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા લોકોને રાહત આપવાના ઉદ્દેશ સાથે સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરીટેબલ ટ્રસ્ટે મળીને એક સરાહનીય કામગીરી હાથ ધરી છે. શહેરના વ્યસ્ત વાય જંકશન ખાતે આજે લોકોએ ઠંડકનો શ્વાસ લીધો, જ્યારે 500થી વધુ લોકોને મફતમાં શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો હતો. આ પહેલનું આયોજન ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગરમીથી ત્રસ્ત લોકોને સહાય આપવાના આશયથી કરવામાં આવ્યું છે. સુરત ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને હોપ ચેરીટેબલ ટ્રસ્ટના વોલન્ટિયરો સાથે મળીને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા લોકો તથા રાહદારી લોકોને શેરડીનો રસ વિતરણ કરીને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે, “ગરમીમાં લોકોને થોડીક રાહત મળે એજ અમારું મુખ્ય ધ્યેય છે. આગળના દિવસોમાં પણ સુરતના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું કે, ટ્રાફિકની જવાબદારી સાથે સાથે માનવતા દર્શાવવી એ અમારું ફરજિયાત કર્તવ્ય છે. શહેરમાં શાંતિ અને સેવા બે મોટા સ્તંભ છે, અને આ પહેલ એનું જીવતું ઉદાહરણ છે.

Exit mobile version