Site icon hindtv.in

સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો

સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો
Spread the love

સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો
વરસાદી ઝાપટાં વરસતાં લોકોને ઉકળાટ
અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. લીંબાયત વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસતાં લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં આજે વહેલી સવારે હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો હતો. વરસાદ વરસતાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારના વરસાદથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Exit mobile version