તાપી જિલ્લામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ દાખલો ન ગણી શક્યા.
પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણની વાસ્તવિક સ્થિતિ આવી સામે.
બાદબાકીના દાખલા ન આવડતા કલેકટરે શિક્ષકોનો ક્લાસ લીધો.
લાડબુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં તાપી જિલ્લાના કલેક્ટર વિપિન ગગૅ નાના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને બાદબાકીના દાખલા બોર્ડ પર લખીને ગણવા કહ્યા હતા, પરતું દાખલા નહીં આવડતાં, બોર્ડ પર ગણીને શીખવ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં તાપી જિલ્લાના કલેક્ટર વિપિન ગગૅએ પેલાડબુહારી ગામમાં નાના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને બાદબાકીના દાખલા બોર્ડ પર લખીને ગણવા કહ્યા હતા, પરતું દાખલા નહીં આવડતાં, બોર્ડ પર ગણીને શીખવ્યા હતા. વિદ્યાર્થીઓને દાખલા આવડતા નહીં હોવાથી કલેક્ટરે શિક્ષકોને ઠપકો આપ્યો હતો. ગ્રામજનો અને ઉપસ્થિત અધિકારીઓ અચંબિત થઈ ગયા હતા. તાપી જિલ્લાના કલેક્ટર વિપિન ગગૅ જણાવ્યું કે આપણે ભણવું છે અને ભણવા માટે શાળામાં દરરોજ આવવાનું છે. આપણી શાળા બી ગ્રેડમાં આવે છે. હજુ પણ શૈક્ષણિક સ્તર સુધારવાની જરૂર છે.
બાળકો શાળામાં રેગ્યુલર આવે, એ જોવાની વાલીઓની પણ ફરજ છે. બાળકોએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. પેલાડબુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવ સમયે કલેકટરે શૈક્ષણિક સ્તર સુધારવાની જરૂરિયાત છે જણાવતાં ગ્રામજનો એ તાત્કાલિક શૈક્ષણિક સ્તર ઉંચુ લાવવા માટે શિક્ષણના મુદ્દે ખાસ ગ્રામસભા બોલાવવાનું નક્કી કર્યું છ
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

