Site icon hindtv.in

સુરત વાંકલમાં એચએસસી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની બેભાન.

સુરત વાંકલમાં એચએસસી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની બેભાન.
Spread the love

સુરત વાંકલમાં એચએસસી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની બેભાન.
ગુજરાતીના પેપર દરમિયાન રોનિકા વસાવા નામની વિદ્યાર્થિની બેભાન.
વિદ્યાર્થિનીએ ગ્લુકોઝની બોટલ સાથે જ પરીક્ષા આપી

સુરતના માંગરોળ તાલુકાના વાંકલ પરીક્ષા કેન્દ્ર પર ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થિની બેભાન થઇ ગઇ હતી. જોકે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની ત્વરિત સતર્કતાને કારણે વિદ્યાર્થિનીનું વર્ષ ના બગડે તે માટે તેણે તરત જ સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ વિદ્યાર્થિનીએ ગ્લુકોઝની બોટલ સાથે જ પરીક્ષા આપી હતી.

મળતી માહિતી અનુસાર ધોરણ 12 બોર્ડની પરીક્ષા દરમિયાન વાંકલ કેન્દ્ર ખાતે ગુજરાતી વિષયનું પેપર ચાલતું હતું. આ સમયે ઇસનપુર શાળાની વિદ્યાર્થિની અચાનક ગભરામણના કારણે પરીક્ષા ખંડમાં જ બેભાન થઇ ઢળી પડી હતી. વિદ્યાર્થિની અચાનક બેભાન થતા પરીક્ષા કેન્દ્રમાં દોડધામ મચી ગઇ હતી. કેન્દ્ર સંચાલક દ્વારા તાત્કાલિક આ અંગે ઝોનલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી હતી. સમય સૂચકતા વાપરીને નજીકના PHC ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મેડિકલ ટીમે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થિનીની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે મને ગભરામણ થતા હું બેભાન થઈ ગઈ હતી, પરંતુ ND દેસાઈ હાઈસ્કૂલ અને PHC સેન્ટરની ટીમે મારી જે રીતે સારવાર કરી અને મને ફરી પરીક્ષા લખવા પ્રોત્સાહિત કરી તે બદલ હું તેમનો આભાર માનું છું. મારું પેપર ખૂબ સારું ગયું છે.

લગભગ 50 મિનિટ સુધી બેભાન રહ્યા બાદ, સારવારના કારણે વિદ્યાર્થિનીને ભાન આવ્યું હતું. શારીરિક અશક્તિ હોવા છતાં, હિંમત હાર્યા વગર તેણે પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા તેને ખાસ વ્યવસ્થા હેઠળ પરીક્ષા હોલમાં બેસાડવામાં આવી હતી. ગ્લુકોઝની બોટલ ચાલુ હોવા છતાં, એક હાથે સારવાર લેતા લેતા વિદ્યાર્થિનીએ હિંમતપૂર્વક પોતાનું પેપર પૂર્ણ કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલ મેનેજમેન્ટની આ કામગીરીને વાલીઓ અને સ્થાનિકોએ બિરદાવી હતી. તંત્રની સમયસરની મદદથી વિદ્યાર્થીનીનું કિંમતી વર્ષ બગડતું અટક્યું હતું, જે શિક્ષણ જગતમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Exit mobile version