Site icon hindtv.in

રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાના ભાજપ પર પ્રહાર.

રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાના ભાજપ પર પ્રહાર.
Spread the love

રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાના ભાજપ પર પ્રહાર.
અનુમા આચાર્યએ નેશનલ હેરાલ્ડ કૌભાંડ અંગે કર્યા પ્રહાર.
ભાજપ ડરે છે તેથી ઇડી અને સીબીઆઈને આગળ કરે છે

નેશનલ હેરાલ્ડ કેસમાં એસોસિએટેડ જર્નલ લિમિટેડ – યંગ ઇન્ડિયન – નેશનલ હેરાલ્ડ મનીલોન્ડરીંગ કેસની ચાર્જશીટમાં 661 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરી તપાસ દરમિયાન ઇડીએ આ સંપત્તિ ટાંચમાં લીધી છે અને ઇડીએ વિવિધ કલમો હેઠળ આરોપીઓને સજા આપવાની માંગણી કરી છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અનુમા આચાર્યએ ભાજપ પર પ્રહાર કર્યા છે

નેશનલ હેરાલ્ડ કેસ વિશે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કમાન્ડર અનુમા આચાર્યએ જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડ મુદ્દો ભાજપ દ્વારા ધ્યાન ભટકાવવાનો, ગેરમાર્ગે દોરવાનો અને તથ્યોને વિકૃત કરવાનો પ્રયાસ છે. દેશ સામેના મહત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ કામ કરી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ પક્ષના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી ડરી સત્તા લાલચુ ભાજપ દ્વારા ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમના મનપસંદ ગુનાહિત રિકવરી મશીન કોંગ્રેસ પાર્ટી પર ઉતારી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ વિરૂદ્ધ દાખલ કરાયેલ કહેવાતી ચાર્જશીટ. સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેનું રાજકીય કાવતરું છે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પરિવારો વિરુદ્ધ બનાવટી કેસોમાં આચરવામાં આવી રહેલું ષડયંત્ર સરકારી તંત્રના દુરુપયોગથી ઓછું નથી. નકલી અને ખોટા કેસો દ્વારા નેતૃત્વ અને તેમના પરિવારોને નિશાન બનાવીને ભાજપ સરકાર કોંગ્રેસ પાર્ટીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહી વિરોધના વિચાર પર આ સીધો અને ખતરનાક હુમલો છે. ભાજપ બીજાને ડરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ પોતે જ ડરે છે. આ એક રાજકીય ષડયંત્ર છે અને કોંગ્રેસ પાર્ટી તેનો સામનો કરશે. સત્યનો વિજય થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version