Site icon hindtv.in

માંડવી પોલીસ દ્વારા નવરાત્રીને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

માંડવી પોલીસ દ્વારા નવરાત્રીને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
Spread the love

માંડવી પોલીસ દ્વારા નવરાત્રીને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
નવરાત્રી પર્વ દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા પોલીસ સજ્જ
કોમી એકતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા આગામી નવરાત્રીના પાવન પર્વ દરમિયાન શાંતિ, સલામતી અને કોમી એકતાનો માહોલ જળવાઈ રહે તે માટે માંડવી પોલીસ સ્ટેશન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. ખેલૈયાઓ અને સામાન્ય નાગરિકો નિર્ભયપણે તહેવારની ઉજવણી કરી શકે તે માટે સતત વાહન ચેકિંગ અને અવાવરુ જગ્યાઓની તપાસ હાથ ધરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગરબા ગ્રાઉન્ડ તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ, ચાર રસ્તાઓ અને એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ પર વાહન ચેકીગ કરી ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વિનાના કે શંકાસ્પદ વાહનોની સઘન તલાશી લઇ મોડી રાત્રે રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ટ્રિપલ સવારી અને ઓવરસ્પીડિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે અવાવરુ અને અંધારાવાળા વિસ્તારો માં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને પીસીઆર વાનનું મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી અસામાજિક તત્વો ત્યાં એકઠા ન થઈ શકે.

Exit mobile version