Site icon hindtv.in

સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનારાઓ સામે કડક કાર્યવાહી

સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનારાઓ સામે કડક કાર્યવાહી
Spread the love

સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનારાઓ સામે કડક કાર્યવાહી
હત્યા જેવી ઘટનાઓ આમ બનતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા
નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રની હત્યા કરી

સુરતમાં એક તરફ પોલીસ ગુનાખોરી ડામવા અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યાં જ નજીવી બાબતે પણ હત્યા જેવી ઘટનાઓ આમ બનતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રની હત્યા કરી ભાગી છુટેલા હત્યારા મિત્રને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

સુરતમાં પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે જો કે તેમ છતા રોજેરોજ હત્યા સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરામાં મિત્રએ જ મિત્રની ચાકુના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરાઈ હતી. વાત એમ છે કે ખાવા-પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અમોલ સાલ્વે પર તેના મિત્ર શનિએ તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

તુ મને છોડીને કેમ ભાગી ગયો તેમ કહી શનિએ કરેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અમોલ સાલ્વને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જો કે સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળે દોડી ગઈ હતી. અને ત્વરત પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મિત્ર અમોલ સાલ્વેની હત્યા કરી ભાગી છુટેલા હત્યારા શનિને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version