ભાવનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી
આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર હેરફેર સામે પોલીસની કાર્યવાહી
ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહીનાં આદેશ
આઈજી રાજેન્દ્ર અસારી અને એસપી નિતેષ પાંડેયની કડક સૂચના
ભાવનગર રેન્જના આઇ.જી.પી. રાજેન્દ્ર વી અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય સાહેબે ભાવનગર જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક પગલા લેવા તેમજ તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા
એસ.ઓ.જી.ને ખાસ સુચના આપેલ. જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમ બનાવી વિસ્તારમાં રેકી કરવા સુચના આપવામાં આવેલ જે આધારે એસ.ઓ.જી ટીમના હેડ.કોન્સ દિગ્વિજયસિંહ ગોહિલ નાઓની બાતમીના આધારે કુંભારવાડા રોડ મોતીતળાવ કાદરી મસ્જીદની સામે આવેલ કે.જી એન ગેસ સર્વિસ નામની દુકાન ખાતે અમીનભાઇ જીવણભાઇ ચૌહાણ ઉ.વ ૩૩ રહે મોતીતળાવ કાદરી મસ્જીદ સામે મફતનગર કુંભારવાડા ભાવનગર વાળો પોતાના કબ્જામાં રાંધણ ગેસના ભારતગેસ કંપનીના તેમજ ઇન્ડેન કંપનીના સીલીન્ડર કુલ ૦૬ તથા એક ભુંગળી તથા ડીઝીટલ વજન કાંટો સહિત કુલ કિ.રૂા ૧૨ ૩૫૦ સાથે મજકુર ઇસમને પકડી આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી.કરાવવામાં આવેલ. પકડાયેલ આરોપી અમીનભાઇ જીવણભાઇ ચૌહાણ ઉ.વ.૩૩ રહે મોતીતળાવ કાદરી મસ્જીદ સામે મફતનગર કુંભારવાડા ભાવનગર કામગીરી કરનાર પોલીસ ટીમ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર નાઓના માર્ગદર્શન હેઠળ HC દિગ્વિજયસિંહ ગોહિલ PC કાનજીભાઇ નકુમ અલ્ફાઝભાઇ વોરા તથા મિનાજભાઈ ગોરી જોડાયા હતા…

