Site icon hindtv.in

સુરત : ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી

સુરત : ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી
Spread the love

સુરત : ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી
એડવાન્સ ઓર્થોપેડીક ધ સર્જિકલ, શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ,
કવિતા પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલ, ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ

સુરતમાં ફાયર સુવિધાને લઈ અગાઉ અનેક વખત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી કર્યા બાદ ફરી કેટલીક નામાંકિત હોસ્પિટલોને ફાયર સેફ્ટીને લઈ સીલ કરાઈ છે.

સુરત શહેરમાં અગાઉ આગ સહિતની ઘટનાઓ બની હતી અને તેમાં પણ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ વચ્ચે દર્દી અને તેમના સંબંધીઓના જીવ જોખમમાં મુકાય છે. ત્યારે સુરતમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની તમામ હોસ્પિટલોને તાકીદ કરાઈ હતી જો કે તેમ છતા કેટલીક હોસ્પિટલો દ્વારા ફાયર સેફ્ટી ઉભી કરાતી નથી. ત્યારે સુરત શહેરમાં ફાયર સેફ્ટી હોસ્પિટલો સામે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કારઈ છે. જેમાં પાંડેસરા કૈલાસ ચોકડી પાસે આવેલ એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જીકલ હોસ્પિટલ, શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ, કવિતા પ્રસ્તુતિગૃહ, જનરલ હોસ્પિટલ અને ઉંન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી.

Exit mobile version