Site icon hindtv.in

સુરત રેલવે સ્ટેશનના 89 ટ્રેનોને ઉધના ખાતે સ્ટોપેજ,

સુરત રેલવે સ્ટેશનના 89 ટ્રેનોને ઉધના ખાતે સ્ટોપેજ,
Spread the love

સુરત રેલવે સ્ટેશનના 89 ટ્રેનોને ઉધના ખાતે સ્ટોપેજ,
ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ-મનપા એક્શન મોડમાં.

સુરત રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટને લઈને પ્લેટફોર્મ નંબર-1 બંધ રાખવાના નિર્ણયને પગલે 89 ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યા છે. મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ અને મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

સુરત રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટની કામગીરીને લઈને તંત્ર દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ નંબર-1 બંધ રાખવાના નિર્ણયને પગલે અંદાજે 89 ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે. જેના કારણે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો અને વાહનોની અવરજવર વધવાની શક્યતા છે. આ સ્થિતિમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક એસીપી એચકે ભરવાડ, પીઆઈ આરએન પટેલ સહિત મનપાના અધિકારીઓએ સંયુક્ત સ્થળ મુલાકાત કરી હતી. અલગ પાર્કિંગ અને પિકઅપ-ડ્રોપ ઝોન, ઓટોરિક્ષા માટે વ્યવસ્થિત સ્ટેન્ડ, વધારાના ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની તૈનાતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ગેરકાયદે દબાણો દૂર કરવા અને રાત્રે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વધારવા સૂચના અપાઈ છે.

Exit mobile version