અમદાવાદના ઘોડાસરમાં એએમસીની ટીમ પર પથ્થરમારો.
ડિમોલેશન કરવા ગયેલ એએમસીની ટીમ પર પથ્થરમારો.
મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
એએમસી અમને ડિમોલિશનના નામે હેરાન કરે છે અને રૂપિયા માંગે છે
અમદાવાદમાં જશોદાનગરમાં રોડ પર દુકાનોના ડિમોલિશન કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકો હુમલો કર્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન ડિમોલિશનની કામગીરીના વિરોધમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના જશોદાનગરની જયશ્રી સોસાયટી નજીક એએમસી ટીમ ડિમોલિશન કરવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. વેપારીઓ બેનરો સાથે એએમસી સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થાનિક વેપારીએ આરોપ લગાવતા કહ્યું કે, ‘એએમસી અમને ડિમોલિશનના નામે હેરાન કરે છે. બે-બે લાખ રૂપિયા માંગો છો. મોટા મોટા અધિકારીઓ પૈસા માંગે છે.’ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તો બીજી તરફ આ ઘટના બાદ જશોદાનગરના સ્થાનિકોએ રોષે ભરાઈને એએમસીની ટીમ પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડ્યા હતાં. આ ઘટના વધારે મોટી ન બને તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે એએમસીની ટીમ આવી ત્યારે અમે તેમની પાસે સમય માંગ્યો. પરંતુ અમારું કાંઇ સાંભળ્યું નહીં. તેમણે તોડવાનું ચાલુ જ રાખ્યું અમને આગળથી કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ આવીને તોડવાનુંચાલુ જ કરી દીધું. અમને લેખિતમાં કાંઈ આપ્યું નથી. અમને થોડો સમય આપો તો સામાન કાઢી લઈએ…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

