Site icon hindtv.in

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો
Spread the love

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો
માત્ર 10 દિવસમાં બીજીવાર ટ્રેનને બનાવાઈ નિશાન
C4 કોચનો બહારનો કાચ ક્રેક થયો
ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત પર પથ્થરમારાની ઘટના
સદનસીબે કોઈ મુસાફરને ઈજા નહીં, મોટી દુર્ઘટના ટળી

સુરતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી પથ્થરમારાની ઘટના બની હતી. માત્ર 10 દિવસમાં બીજીવાર ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે. સુરત નજીક સચીન રેલ્વે સ્ટેશન પાસે ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારતના સી4 કોચનો બહારનો કાચ પથ્થર વાગતા ક્રેક થઈ ગયો હતો. સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

સુરતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. 17 નવેમ્બરે સાંજે 5:23 વાગ્યે ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. સુરત નજીક સચીન પાસે ટ્રેનના સી4 કોચમાં અચાનક જોરદાર અવાજ આવતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. તપાસમાં કોચનો બહારનો કાચ ક્રેક થયેલો જોવા મળ્યો હતો, જ્યારે અંદરનો કાચ સલામત રહ્યો હતો. મુસાફરની જાણ બાદ આરપીએફ અને ઉધના રેલવે પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. જોકે, સ્થળ પરથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો નહોતો. હાલ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version