Site icon hindtv.in

મોડાસામાં રાત્રિના સમયે લીભોઈ થી કેશપુરા વિસ્તારમાં લાકડીની હેરાફેરી

અરવલ્લી મોડાસામાં રાત્રિના સમયે લીભોઈ થી કેશપુરા વિસ્તારમાં લાકડીની હેરાફેરી
Spread the love

મોડાસામાં રાત્રિના સમયે લીભોઈ થી કેશપુરા વિસ્તારમાં લાકડીની હેરાફેરી
વનવિભાગ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

મોડાસા : રાત્રિના સમયે લીંભોઇ થી કેશરપુરા વિસ્તારમાં લાકડાની હેરાફેરી, વનવિભાગ કુંભકર્ણની નિદ્રામાં,લાકડાની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર..?

વન વિભાગના ચાર હાથ ને કારણે હવે પુષ્પા મૂવી જેવા દ્રશ્યો અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યા છે તેવો ઘાટ હાલ દેખાઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર મોડાસા વિસ્તારમાં લીંભોઇ થી કેશરપુરા ચોકડી વિસ્તારમાં નંબર વગરના ટ્રેક્ટર માં લાકડાની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જેમાં કોઈ પણ નો ડર રાખ્યા વગર ટ્રેક્ટર માં હેરાફેરી થતી હોવા છતાં વનવિભાગ જાણે કે ઊંઘમાં હોય તેવો ઘાટ છે. હાલ ટ્રેક્ટર માં ભરેલા લાકડા બાવળના હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે વનવિભાગ યોગ્ય તપાસ કરી લાકડાની હેરાફેરી અટકાવે તે જરૂરી છે. રાત્રિના સમયે થયેલ લાકડાની હેરાફેરી કાયદેસર કે પછી ગેરકાયદેસર તે જોવાનું રહ્યું…

Exit mobile version