Site icon hindtv.in

લીંબડી તાલુકામાં રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાન

લીંબડી તાલુકામાં રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાન
Spread the love

લીંબડી તાલુકામાં રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાન
ડોક્ટર સહિત તાલુકા બ્લોકના કર્મચારીઓ હાજર રહ્યા

લીંબડી તાલુકામાં રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યું હતું. ત્યાંમાં ડોક્ટર સહિત તાલુકા બ્લોકના કર્મચારીઓ હાજર રહ્યા હતા

લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હર્ષિત સોલંકી અને મનોજભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ લીંબડીની આર.આર. હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણ બુથનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યો. આ પ્રસંગે ડૉ. મિત પટેલ, ડૉ. ચેતન આચાર્ય, આરબીએસકેના તમામ મેડિકલ ઓફિસરો, શ્રીમતી રીનાબેન જતીનભાઈ ત્રિવેદી, રાજેશ ચાવડા, બીપીનભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાન માટે કુલ ૮૫ પોલિયો બુથ, ૧૭૦ ટીમો અને ૩૪૦ ટીમ સભ્યો કાર્યરત કરવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ અંદાજિત ૨૧,૭૦૭ જેટલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે વાલીઓને પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી શકાય….

Exit mobile version