Site icon hindtv.in

નવસારીમાં અયોધ્યા ચોરી મુદ્દે વીએચપી અધ્યક્ષનું નિવેદન.

નવસારીમાં અયોધ્યા ચોરી મુદ્દે વીએચપી અધ્યક્ષનું નિવેદન.
Spread the love

નવસારીમાં અયોધ્યા ચોરી મુદ્દે વીએચપી અધ્યક્ષનું નિવેદન.
આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારનું નિવેદન.
દોષિતોને કડક સજા થવી જોઈએ:

અયોધ્યા રામ મંદિરના ચઢાવાની ચોરી પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક 3 કલાક ચાલી. બેઠક પછી કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ કહ્યું– મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. આ મુદ્દે નવસારી ખાતે પધારેલા વીએચપીઅધ્યક્ષ આલોક કુમારનું નિવેદન સામે આવ્યું છે

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન ચોરી અને કથિત નાણાકીય અનિયમિતતાઓનો મામલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આ ગંભીર મુદ્દા પર વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારે એક મહત્વનું નિવેદન જાહેર કરીને પરિષદનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું છે કે, આનાથી વિશ્વભરના કરોડો હિન્દુઓની આસ્થા અને ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચી છે. દાનની ચોરી અથવા કોઈપણ પ્રકારની અનિયમિતતા માટે વિશ્વ હિન્દુ પરિષદ જવાબદાર નથી. તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતા રેખાંકિત કર્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર આંદોલનમાં VHPની ભૂમિકા પૂર્ણ થઈ ગઈ છે. મંદિરના નિર્માણ, તેની વ્યવસ્થા અને સંચાલનની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટની છે, પરિષદની નહીં.

મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સામે પગલાં લેવાના સવાલ પર આલોક કુમારે સંતુલિત વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે. આ મામલામાં SIT તપાસ શરૂ થયા બાદ ચંપત રાયે મંદિર ટ્રસ્ટના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તપાસના પરિણામો બહાર આવે તે પહેલાં તેમને બરતરફ કરવાની માંગ યોગ્ય નથી, કારણ કે ખુદ રાય પર સીધા આક્ષેપો નથી; આરોપો તેમના ડ્રાઇવર સામે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version