Site icon hindtv.in

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પૂર્વ ઋષિકેશ પટેલનું નિવેદન.

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પૂર્વ ઋષિકેશ પટેલનું નિવેદન.
Spread the love

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પૂર્વ ઋષિકેશ પટેલનું નિવેદન.
રાજ્યમાં ઈંધણની વર્તમાન સ્થિતિની થશે ચર્ચા
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સીએનજી કારમાં કરશે મુસાફરી.

રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી રહી છે. રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. બેઠક શરૂ થતા પહેલા ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે પેટ્રોલ ડીઝલને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે

રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક શરૂ થતા પહેલા ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે પેટ્રોલ ડીઝલને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે . ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. લોકોએ પેનિક કરવાની જરુર નથી. રાજ્યમાં કામકાજના કલાકોને લઈને સરકાર સ્તરે મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલએ કેબિનેટ બેઠક પૂર્વે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે, કામકાજના કલાકોને લઈને કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા-વિચારણા બાદ સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવશે. ઉપરાંત રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, આરોગ્ય વિભાગની કામગીરી, વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિ તેમજ મહત્વના વહીવટી નિર્ણયો પણ બેઠકના એજન્ડામાં સામેલ રહેશે. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

કેબિનેટ બેઠક પહેલાં આવેલા આ નિવેદનને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે સરકાર દ્વારા કામકાજના કલાકો અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. બેઠકમાં રાજ્યમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠો, સિંચાઈ વ્યવસ્થા અને ખેડૂતો માટેની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થશે. ઉપરાંત ખેતીને લગતા વહીવટી આયોજન અને રાહત પગલાં અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version