Site icon hindtv.in

રાજ્યક્ષાનો પ્રથમ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ

રાજ્યક્ષાનો પ્રથમ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ
Spread the love

રાજ્યક્ષાનો પ્રથમ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું સંસ્કૃત વિષયને લઈને નિવેદન.
સંસ્કૃત વિષયને ફરજિયાત કરવા મુદે સરકાર કરશે વિચારણા
વલસાડની આશ્રમ શાળામાં લેવાતા રૂપિયાને લઇ પણ જવાબ આપ્યો

ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને આજની યુવા પેઢી જાણે-સમજે અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી તા. 6 થી 12 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે તે માટે અભ્યાસક્રમમાં પણ સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું સંસ્કૃત ભાષાનું આપણે સૌને ગૌરવ હોવું જોઈએ, દર વર્ષે ‘રક્ષાબંધન’ના દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ Gujarat Rajya Sanskrut Board દ્વારા રાજ્યભરના તમામ જિલ્લોમાં સંસ્કૃત સપ્તાહ ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડની આશ્રમ શાળામાં લેવાતા રૂપિયાને લઇ પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે તા. 12 ઓગસ્ટના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાશે, જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્’ના સૂત્રોચ્ચાર તેમજ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરતા પ્લે કાર્ડ સાથે ગાંધીનગરમાં રામદેવપીર મંદિરથી પેથાપુર ચોકડી સુધી ”સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાય હતી, વહીવટીતંત્ર- રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના ડૉ. મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રિન્સિપાલ ડૉ. આશિષ દવે, માધ્યમિક શાળા, સંસ્કૃત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 650 થી વધુ સંસ્કૃત પ્રેમીઓ સહભાગી થયા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version