Site icon hindtv.in

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પલસાણામાં દરોડા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પલસાણામાં દરોડા
Spread the love

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પલસાણામાં દરોડા
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૂનો જથ્થો પકડ્યો
પારડીના બુડલેગર પિન્ટુકુમાર નાનુભાઈ પટેલની ધરપકડ ક
બાબુ પટેલ, હેનીલ પટેલ, ઓમી, જીતુ, મિતેશ વાઘ તથા કાર માલિક વોન્ટેડ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પલસાણા પોલીસ મથકની હદમાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૂનો જથ્થો ભરેલી ત્રણ કાર ઝડપી પાડી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકની હદમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટુંગી ગામ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી દારૂનુ કર્ટીંગ થાય તે પહેલા દરોડા પાડતા બુટલેગરો અને ખેપિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ સ્થળ પરથી વલસાડ પારડીના બુડલેગર પિન્ટુકુમાર નાનુભાઈ પટેલની ધરપકડ કરી, 32 લાખની કિંમતની ત્રણ કાર અને 12 લાખ 77 હજારથી વધુનો દારૂનો જથ્થો મળી 45 લાખ 17 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે બાબુ પટેલ, હેનીલ પટેલ, ઓમી, જીતુભાઈ, મિતેશ વાઘ તથા કાર માલિકો સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Exit mobile version