સુરતના ઈચ્છાપોરના કવાસ ખાતે રાજયકક્ષાની મોકડ્રીલ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઈચ્છાપોરના કવાસ ખાતે રાજયકક્ષાની મોકડ્રીલ
ઈન્ડિયન ઓઈલ ટર્મિનલમાં ભુકંપના કારણે આગની મોકડ્રિલ

સુરતના ઈચ્છાપોરના કવાસ ખાતે આવેલ ઈન્ડિયન ઓઈલ ટર્મિનલમાં ભુકંપના કારણે આગ લાગવા અંગેની રાજયકક્ષાની મોકડ્રીલ યોજાઈ હતી. ઓઈલ અને કેમિકલ્સ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટે પરસ્પર સંકલનના હેતુ સાથે મોકડ્રીલ યોજાઈ હતી.

રાજ્યના મોટા ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિત ધટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના સંયુકત ઉપક્રમે ઈચ્છાપોરન કવાસ સ્થિત ઈન્ડિયન ઓઈલ હજીરા ટર્મિનલ ખાતે ભુકંપના આંચકાના કારણે ઓઈલ લિકેજ થતા વિકરાળ આગને કાબુમાં લેવા અંગેની રાજયકક્ષાની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી. 9.30 વાગે ભુકંપના આંચકાના કારણે હજીરાના કવાસ સ્થિત ઈન્ડિયન ઓઈલ હજીરા ટર્મિનલ ખાતે એમ.એસ. ટેન્ક નંબર 1માં ઓઇલ લીકેજ થતા આગ લાગી હતી. આગ કાબુમાં લેવા સ્થાનિક આઈઓસીએલના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ પ્રસરતા ઈમરજન્સી- 1 જાહેર કરવામાં આવી હતી. વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઓએનજીસીના ફાયર ફાયટરો આવી પહોચ્યા હતા. આઈ.ઓ.સી.એલ. ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે લીકેજ અને ટેન્ક, પાઈપલાઈન, ડાઈક તૂટી જવાથી આગ બેકાબુ બની હતી. જેથી આગ પર કાબુ ન આવતા આઈ.ઓ.સી.એલ દ્વારા ઈમરજન્સી-૩ જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સક્રિય થયું હતું.

જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર, પોલીસ તથા આરોગ્ય ટીમોને જાણ કરી મદદ માટે ધટના સ્થળ મોકલવામાં આવી હતી. તત્કાલ પ્રાંત અધિકારી નેહા સવાણી ધટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાંત અધિકારીની સૂચના મુજબ ડીઈઓસી તમામ સંબંધિત લાઇન વિભાગોને રાહત, બચાવ માટે જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક તમામ કર્મચારીઓને ગ્રીન ઝોનમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો સાથે શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા હતા. પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. તત્કાલ 108 તથા સિવિલ સ્મિમેર હોસ્પિટલની ડોકટરોની ટીમો એમ્યુલન્સ સાથે ધટના સ્થળ પર આવી પહોંચી હતી. ડોકટરો દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *