રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના લીમખેડા વિધાનસભા વિસ્તારના ૭૨ કલાકના પ્રવાસના પ્રવાસે
લીમખેડા વિધાનસભા પ્રવાસેરાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
લીમખેડા વિધાનસભા વિસ્તારના ૭૨ કલાકના પ્રવાસ દરમિયાન દર્શન
ચીલાકોટા સ્થિત બાબા નારસિંગદેવના દર્શન કર્યા
આદિવાસી સમાજના આસ્થા કેન્દ્ર ખાતે શીશ ઝુકાવી રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના લીમખેડા વિધાનસભા વિસ્તારના ૭૨ કલાકના પ્રવાસના બીજા દિવસે તેમણે ચીલાકોટા ગામ ખાતે આવેલા આદિવાસી સમાજના પવિત્ર આસ્થા કેન્દ્ર એવા શ્રી બાબા નારસિંગદેવના મંદિરે મુલાકાત લીધી હતી
મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના લીમખેડા વિધાનસભા વિસ્તારના ૭૨ કલાકના પ્રવાસના બીજા દિવસે તેમણે ચીલાકોટા ગામ ખાતે આવેલા આદિવાસી સમાજના પવિત્ર આસ્થા કેન્દ્ર એવા શ્રી બાબા નારસિંગદેવના મંદિરે મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પરંપરાગત વિધિ-વિધાન સાથે બાબા નારસિંગદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને સમગ્ર ગુજરાત તથા દાહોદ જિલ્લાના નાગરિકોની સુખાકારી, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર પરિસર ખાતે ઉપસ્થિત સ્થાનિક આગેવાનો, ભક્તજનો અને ગ્રામજનો દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી તેમની રજૂઆતો સાંભળી હતી અને આદિવાસી સંસ્કૃતિ તથા આસ્થાના કેન્દ્રોના જતન અને વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર,જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા,લીમખેડા પ્રાંત અધિકારી શ્રી વાઘેલા,ડી.સી.એફ શ્રી બ્રિજેશકુમાર ચૌધરી,સહિતપદાધિકારીઓ,અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

