મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી
માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી થશે
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન અને પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઇ હતી જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે તા. ૯ ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી થશે. જે સંદર્ભે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પંચાયત ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન અને પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સાંસદ પ્રભુભાઈ વસાવા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં આદિજાતિ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની અધ્યક્ષતામાં માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે થનારી વિશ્વ આદિવાસી દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. વિવિધ વહીવટી વિભાગોને વીજળી, પાણી, પોલીસ વ્યવસ્થા સહિતની મૂળભૂત સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું…

