Site icon hindtv.in

સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર પર રાજ્ય સરકારનો પ્રતિબંધ

સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર પર રાજ્ય સરકારનો પ્રતિબંધ
Spread the love

સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર પર રાજ્ય સરકારનો પ્રતિબંધ
નવસારીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું
20 જેટલા પનીરના સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા

સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે. નવસારી જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હાઇવે તેમજ શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને હોટલોમાં તપાસ હાથ ધરી આશરે 20 જેટલા પનીરના સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. પરીક્ષણમાં જો એનાલોગ પનીર અથવા અકાદ્ય પનીરનો ઉપયોગ સામે આવશે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા પનીરના સેમ્પલો લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષણના અહેવાલમાં જો કોઈ અનિયમિતતા અથવા અકાદ્ય પનીરનો ઉપયોગ સામે આવશે તો સંબંધિત સંચાલકો સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

Exit mobile version