ભાવનગરમાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ
સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી સહિત આગેવાનો ઉપસ્થિત
ભાવનગરમાં સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ થયો, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પેડક ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન બાદ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી, સ્થાનિક પદાધિકારીઓ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના ઐતિહાસિક મહારાજા કૃષ્ણકુમારસિંહજી પેડક ગ્રાઉન્ડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના લાઈવ સંબોધનને સાંભળ્યા બાદ ‘સેવા જ્યોતિ યાત્રા’નું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રાના પ્રારંભ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા તેમજ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલ અને મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન. કે. મીના સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા આગેવાનો અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે સેવા સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

