Site icon hindtv.in

‘ટોમ એન્ડ ચેરી’ની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે

‘ટોમ એન્ડ ચેરી’ની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે
Spread the love

‘ટોમ એન્ડ ચેરી’ની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે
ગુજરાતી ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’નું સુરતમાં પ્રમોશન
સ્ટારકાસ્ટે સુરતમાં ચાહકો સાથે કરી ખાસ વાતચીત

ગુજરાતી ફિલ્મ ટોમ એન્ડ ચેરીની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે આવી પહોંચી. સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી, અનુરાગ પ્રપન્ન અને દિગ્દર્શક ધર્મેશ મહેતાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન સુરતમાં ચાહકો સાથે ખાસ વાતચીત કરી હતી.

ગુજરાતી સિનેમાના ચાહકો માટે ખુશીના સમાચાર છે. બહુપ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ ટોમ એન્ડ ચેરી હવે મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે દિગ્દર્શક ધર્મેશ મહેતા સાથે અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં સ્ટાર કાસ્ટે ચાહકો સાથે રૂબરૂ મુલાકાત કરી અને ફિલ્મની વાર્તા, શૂટિંગના અનુભવો તથા ફિલ્મ બનાવવાની સફર અંગે ખાસ વાતચીત કરી હતી. ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કૌટુંબિક સંબંધો, પ્રેમ, હાસ્ય અને ઈમોશનનો સુંદર સમન્વય જોવા મળશે. ફિલ્મને તમામ ઉંમરના દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી રહ્યું છે અને ટોમ એન્ડ ચેરીને વિશાળ સ્તરે રજૂ કરી રહ્યું છે. ફિલ્મ 28 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Exit mobile version