Site icon hindtv.in

સુરતના ડભોલી વિસ્તારમાં તબેલાઓ

સુરતના ડભોલી વિસ્તારમાં તબેલાઓ
Spread the love

સુરતના ડભોલી વિસ્તારમાં તબેલાઓ
તાપી નદીના પાળા પર આવેલા માલધારીઓના તબેલા
પાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી

સુરતના ડભોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પર આવેલા માલધારીઓના તબેલાઓ પર મહાનગર પાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ભારે પોલીસ અને માર્શલ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી આ કાર્યવાહી સામે માલધારીઓએ ગંભીર આક્ષેપો પણ કર્યા હતાં.

સુરત મહાનગર પાલિકા દ્વારા ડભોલી તાપી નદીના પાળા પાસે આવેલી પાલિકાની જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માર્શલના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અધિકારીઓ જેસીબી અને અન્ય મશીનરી સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તબેલાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં માલધારીઓ સ્થળ પર એકત્ર થયા હતા. પોતાના પશુઓને બચાવવા અને તબેલા ખાલી કરવા માટે સમય આપવાની માંગ સાથે તેમણે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. માલધારીઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓને અગાઉ કોઈ લેખિત નોટિસ આપવામાં આવી નહોતી અને સીધી જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, અમે મૂંગા પશુઓ લઈને ક્યાં જઈએ? અમને થોડો સમય આપવો જોઈએ હતો. અમે અધિકારીઓને વિનંતી કરી હતી, પરંતુ અમારી વાત કોઈએ સાંભળી નહીં. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની કાર્યવાહી ચાલુ છે.

Exit mobile version