Site icon hindtv.in

સુરત-વ્યારા રૂટ પર એસટી બસનો ગંભીર અકસ્માત

સુરત-વ્યારા રૂટ પર એસટી બસનો ગંભીર અકસ્માત
Spread the love

સુરત-વ્યારા રૂટ પર એસટી બસનો ગંભીર અકસ્માત
નશાની હાલતમાં ડ્રાઇવિંગનો આરોપ
ધારાસભ્યએ મુલાકાત લીધી

બારડોલી ના નાદિડા ગામની સીમા એસટી બસ પલટી મારવાની ઘટના બની હતી. નશાની હાલતમાં એસટી બસના ચાલાકે બસંકારતા બસ પલટી મારતા 10 જેટલા મુસાફરની નાની મોટી ઈજા થવા પામી હતી . સ્થાનિકો દોડી જતા તમામ મુસાફરોને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

બારડોલી ના નાડીદા બસ સ્ટોપ નજીક જ એસ ટી બસ પલટી મારી હતી. સુરત થી વ્યારા તરફ બસ જતી હતી. દરમિયાન નાડીદા ગામ ની સિમ માં બસ ના ચાલકે સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. બસ માં મુસાફરો પણ મોટી સંખ્યા માં હતાં. બસ પલટી મારતાં સ્થાનિકો પણ ત્યાં હાજર હોય સૌ મદદ માટે દોડી આવ્યા હતાં. એસ ટી બસ ચાલક નશા ની હાલત માં બસ ચલાવતો હોવાનું મુસાફરો નું નિવેદન સામે આવ્યું હતું. બસ પલટી મારવાની ઘટના બનતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યાં હતાં. અને દ્રશ્યો માં દેખાવા મુજબ તમામ મુસાફરો ને હેમખેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઘટના બનતા જ એસ ટી બસ નો ચાલક અને કંડકટર ફરાર થઇ ગયાં હતાં. ઘટના સ્થળે જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ પણ પોહચ્યાં હતાં. સ્થાનિકો દ્વારા બસ માંથી મુસાફરો ને બહાર કાઢવામાં આવ્યાં હતાં. 7 થી વધુ જેટલા મુસાફરો ને નાની મોટી ઇજા હોવાનું સામે આવ્યું હતું. જેઓ ને બારડોલી ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટના અંગે ખબર પડતાંસ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર હોસ્પિટલ પોહચ્યાં હતાં. અને ઇજાગ્રસ્તો ની ખબર પૂછી ઘટના અંગે માહિતી મેળવી હતી.

Exit mobile version