સુરતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ
મોડિફાઈડ કરાવેલ વ્હાઈટ લાઈટ સામે લાલ આંખ
ફેક્ટરી ફિટેડ લાઈટનો જ ઉપયોગ કરવા આરટીઓ દ્વારા સ્પષ્ટ સૂચના
સુરતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનુ આયોજન કરાયુ હતું. મોડિફાઈડ કરાવેલ વ્હાઈટ લાઈટ સામે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરમાં વાય જંકશન વિસ્તારમાં સુરત આરટીઓ વિભાગ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયુ હતું. વાહનોમાં ગેરકાયદેસર રીતે મોડિફાઇડ કરાવેલી વ્હાઇટ લાઈટ સામે કડક કાર્યવાહી કરી હતી. સામેથી આવતાં વાહન ચાલકોને આંખે ચમક અને જોખમ સર્જાતું હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. એલઈડી, હાઈ-ઇન્ટેન્સિટી તથા નિયમ વિરુદ્ધ લાઈટ લગાવેલા વાહનો રોકી ચેકિંગ કરાયુ હતુ અને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક વાહનોમાંથી સ્થળ પર જ મોડિફાઇડ વ્હાઇટ લાઈટ દૂર કરાવવામાં આવી હતી. તો ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને સમજાવાયા હતાં. ફેક્ટરી ફિટેડ લાઈટનો જ ઉપયોગ કરવા આરટીઓ દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે ત્યારે માર્ગ અકસ્માતોને અટકાવવા આરટીઓ વિભાગ દ્વારા સતત કાર્યવાહીનો સંદેશ અપાયો હતો.

