Site icon hindtv.in

સુરત ઝોન 3 દ્વારા ગોગો પેપર વિરૂદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ

સુરત ઝોન 3 દ્વારા ગોગો પેપર વિરૂદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ
Spread the love

સુરત ઝોન 3 દ્વારા ગોગો પેપર વિરૂદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ
ઝોન 3 માં આવતા તમામ પોલીસ મથકમાં તપાસ
21 થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન 3 દ્વારા ગોગો પેપર વિરૂદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ કરી હતી. ઝોન 3 માં આવતા તમામ પોલીસ મથકમાં તપાસ કરાઈ હતી.

સુરતસુરતમાં ગોગો પેપર વિરૂદ્ધ ડીસીપી ઝોન 3 રાઘવ જૈન દ્વારા સ્પેશીયલ ડ્રાઈવ કરાઈ હતી. સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનરના આદેશને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન દ્વારા પોતાના વિસ્તારમાં આવતા કતારગામ, સિંગણપોર, લાલગેટ, ચોકબજાર અને મહીધરપુરા પોલીસ મથક વિસ્તારમાં સ્પેશીયલ ડ્રાઈવ યોજાઈ હતી. પોલીસે ગેરકાયદેસર ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર, પરફેક્ટ રોલ તથા હુક્કાઓના વેચાણ કરતાં 21 થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. હાલ સુરત પોલીસ શહેરમાં નશાકારક વસ્તુઓનું સેવન કરવા માટે વપરાતી વસ્તુઓ વેચતા લોકો વિરુદ્ધ કડક કામગીરી પોલીસ કરી રહી છે.

Exit mobile version