Site icon hindtv.in

સાઇબર ફ્રોડના ગુનામાં આરોપી સોનગઢ પોલીસે ઝડપ્યો

સાઇબર ફ્રોડના ગુનામાં આરોપી સોનગઢ પોલીસે ઝડપ્યો
Spread the love

સાઇબર ફ્રોડના ગુનામાં આરોપી સોનગઢ પોલીસે ઝડપ્યો
સુરતના આરોપી રવિ ધનજીભાઈ ચૌહાણની ધરપકડ

સાઇબર ફ્રોડના ગુનામાં આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડતી સોનગઢ પોલીસ

આરોપી ફરિયાદી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો iphone વેચવાનો છે તેવી જાહેરાત આપી હતી જે ફરિયાદી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ ફોનના રૂપિયા ઓનલાઈન મંગાવ્યા બાદ ફોન નહીં આપી છેતરપિંડી કરવી અને આરોપી ફરિયાદી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે વાહનના સીટ કવરનો વેપારી છે તેવી ઓળખાણ આપી ભોગ બનનાર ફરિયાદી સાથે સંપર્ક કરી સસ્તા ભાવે સીટ કવર આપવાની વાતચીત કરી હતી. સીટ કવરના માલના રૂપિયા ઓનલાઈન મેળવી બાદ ફરિયાદીને ડીલેવરી નહીં કરી છેતરપિંડી કરવી આ બધા કામો આરોપી કરે છે, એવું જાણવા મળેલ હતું. જે ભારતીય સહિતા 2023 ની કલમ મુજબ ગુનો સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મળતા ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો, આરોપીએ વાપરેલ મોબાઈલ નંબરની કોલ ડીટેલ અને બેંક ખાતા નંબરની માહિતીના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી ગુનો શોધી કાઢી આ સાઈબર ફ્રોડ ન આચરનાર આરોપી રવિ ધનજીભાઈ ચૌહાણ કે જે નાના વરાછા સુરતના રહેવાસી છે જે ગુજરાત રાજ્યના અન્ય શહેર જિલ્લાઓમાં પણ ગુનો કરી ચૂક્યા છે જે અમદાવાદ અરવલ્લી મોડાસા કચ્છ મહેસાણા સાબરકાંઠા અમરેલી જેવા અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે સાયબર હેલ્પલાઇન 1930 નંબર ઉપર કુલ 9 જેટલી કમ્પ્લેનો નોંધાયેલ હતી અને હાલમાં સદર ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ ચૌહાણ નાવો કરી રહેલ છે…

Exit mobile version