સોનગઢ કોર્ટનો મોટો આદે બોગસ સરકારી ઓળખપત્ર બનાવી નોકરી
ઉકાઈ થર્મલમાં નોકરી મેળવનાર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ
સોનગઢ કોર્ટે એક મહત્વપૂર્ણ હુકમ કરીને ગેરરીતિ આચરી બોગસ સરકારી ઓળખપત્ર બનાવી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી મેળવનાર મહિલા વિરુદ્ધ થયેલ આક્ષેપના પુરાવા ધ્યાને લઈ, ગેરરીતિ આચરનાર સામે ગુનો દાખલ કરવાનો હુકમ કરી દાખલો બેસાડ્યો છે.
સોનગઢ બરડીપાડા ઉકાઈની એક આદિવાસી મહિલા શાંતિબેન નપુરીયાભાઈ ગામીત નાઓ ૧૯૮૨ થી ૧૯૮૬ ના સમયગાળા દરમિયાન રોજમદાર શ્રમિક તરીકે થર્મલ પાવર સ્ટેશન ઉકાઈમાં નોકરી ફરજ ઉપર હતા. બાદમાં છૂટા કરવામાં આવેલ અને તેના સામે યુનિયન નામદાર સુપ્રીમ કોર્ટમાં ન્યાય મેળવવા ગયેલ તે સમય દરમિયાન પીડિતા શાંતિબેન નપુરીયાભાઈ ગામીત ૧૯૮૬ માં પ્રಸೂતિ તબીબી સારવાર હેઠળ હોય તેનો ગેરલાભ લઈ પીડિતાની સગી મોટી બહેન જે તે સમયના યુનિયન લીડર ગોપાલભાઈ સામુદ્રે અને સુમનભાઈ ગામીત સાથે મેળાપું કરી બોગસ બનાવી ખાનગી અને સરકારી ઓળખપત્રો ઊભા કરી મોટી બહેને નાની બહેનનું નામ ધારણ કરી તેના બદલાની નોકરી મેળવી લીધેલ છે. આ બાબતે લાંબા સમય બાદ ખબર પડતાં ફરિયાદી પીડિતા અને તેનો પુત્ર અનીલ ગામીત એ આર.ટી.આઈ કરી માહિતી એકત્ર કરેલ ત્યારે સત્ય હકીકતો ઉજાગર થયેલ કે, નાની બહેન શાંતિબેન નપુરીયાભાઈ ગામીતના બોગસ બનાવી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી મોટી બહેન સીમીબેને તેના બદલાની નોકરી મેળવી લીધેલ છે.
ત્યારબાદથી પીડિતા ફરિયાદીએ થર્મલ પાવર સ્ટેશન તથા મુખ્ય મંત્રી શ્રી ગુજરાત તથા તકેદારી અધિકારી ગાંધીનગર આદિવાસી વિકાસ કમિશનર ગાંધીનગર તથા કલેક્ટર શ્રી વ્યારા તથા ડી.એસ.પી સાહેબ શ્રી વ્યારા તથા ઉકાઈ પોલીસ સ્ટેશન વિગેરે તમામ લાગતી સરકારી કચેરીઓમાં વારંવાર ફરિયાદો કરવા છતાં ન્યાય ન મળેલ બાદ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં વકીલ મારફત ફોજદારી ફરિયાદ કરેલ. જે કામે ફરિયાદી આરોપી એક જ કુટુંબના હોય સામાજિક રીતે સમાધાન થયેલ અને આરોપી મોટી બહેન સીમીબેન નાઓએ પોતાના ગુનાનો એકરાર કરેલ બાદ સમાધાનની શરતોનું પાલન ન થતાં ફરી વિષય વણશેલ જેથી પીડિતાએ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ કરેલ જે ફરિયાદ દાખલ કરવાની પોલીસે ધરાર ઇનકાર કરી દીધેલ. પીડિતા ફરિયાદીએ ન્યાય મેળવવા સોનગઢના વકીલ રાકેશ કે બધેકાને રાખી નામદાર સોનગઢ કોર્ટમાં તે મતલબની ફરિયાદ કરેલ જે કામે નામદાર સોનગઢ કોર્ટે ઉકાઈ પોલીસને તપાસનો આદેશ કરેલ. જે તપાસ બાદ ઉકાઈ પોલીસે પોતાના રિપોર્ટમાં ગુનો બનતો હોવાનું કબૂલ રાખેલ બાદ નામદાર સોનગઢ કોર્ટના જજએ આ કડક પગલું ભરેલ છે..

