Site icon hindtv.in

સોનગઢ : તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસની કાર્યવાહી

સોનગઢ : તાપી  લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસની કાર્યવાહી
Spread the love

સોનગઢ : તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસની કાર્યવાહી
સોનગઢમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા
પોલીસે રૂ 4,21,140નો મુદ્દામાલ જપ્ત કર્યો

સોનગઢ પોલીસે સ્ટેશન વિસ્તારના સોનગઢ ફાટા રાહુલ કિરાણા સ્ટોરની પાછળ આવેલ પતરાના ખુલ્લા સેડમાં મુંબઈથી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમતા 9 આરોપીઓને કુલ રૂપિયા. 4,21,140 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

તા.૦૭/૦૮/૨૦૨૫ પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હતા. જે આધારે આજરોજ સાથેના એએસઆઇ.જગદીશ જોરારામ તથા જયેશ લીલકીયા ખાનગી રાહે સંયુકત બાતમી મળેલ કે “સોનગઢ ફાટા ત્રણ રસ્તા પાસે આવેલ રાહુલ કિરાણા સ્ટોર્સ નામની દુકાનની પાછળના ભાગે એક પતરાના ખુલ્લો છેડ આવેલ છે. જે પતરાના છેડ નીચે કેટલાક ઇસમો આવતા જતા લોકોને પૈસા વત્તી મુંબઇથી નિકળતા વરલી મટકાના આંકડાઓ લખે છે” જે બાતમી આધારે એસપી.સોઢા, એલસીબી. તાપીનાઓ એલસીબી.તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી રાહુલ ભુલજી ઉર્ફે ભુખલીયો ગામીત અને અનીલ શાંતીલાલ ભીલ, ફુલસીંગ રાયસીંગભાઇ ગામીત, (૪) ધીરેશ રોગીયાભાઇ ગામીત, (૫) ઇશ્વરભાઇ રામોલભાઇ ખાંડવી, (૬) શેકીયાભાઇ ચામર્યાભાઇ ગામીત, (૭) સોનીયાભાઇ હનીયાભાઇ ગામીત,૮) વિષ્ણુભાઇ ગાંડાલાલ પટેલ, (૯) કિરણભાઇ શંકરભાઇ કોકણીનાઓને મુંબઇથી નીકળતા વરલી મટકાના આંકડાઓ રૂપિયા વત્તી લખી/લખાવી પોતાના કબજામાં જુગારના રોકડા રૂપિયા કુલ્લે 56,140 તથા જુગારના સાધનો અને ગાડી મળી કુલ કિંમત રૂપિયા 4,21,140 ના મુદ્દામાલ સાથે પકડી પાડી અને અન્ય ત્રણ (૩) આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આગળ વિચારવા જેવી બાબત એ છે કે તાપી જિલ્લામાં ખુલ્લા માં જોટી સટ્ટો અને જુગાર ચાલે છે એના માલિક કોણ છે ?એ લોકો પર કાર્યવાહી ક્યારે અને કોના આશીર્વાદ છે એમના પર જે વરલી મટકા ના જુગાર ધમધમી રહીયા છે એ જોવાનું રહ્યું

Exit mobile version