સુરતના ઉધના વિસ્તારમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા કરી
હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા કરી
સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે.
સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમવા જેવી બાબતમાં થયેલા ઝઘડા બાદ હત્યા સરતના ઉધના વિસ્તારમાં આવેલા હેડગેવાર પાસેના વાત્સલ્ય એવન્યુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ઘરમાં ખાવા જેવી ક્ષુલ્લક બાબતે હોબાળો મચાવ્યો હતો. મેહુલે તેની 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન અને પિતા હર્ષદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેની ફરિયાદ હતી કે “તેના માટે અને તેની દીકરી હિયા માટે જમવાનું કેમ નથી બનાવ્યું ? આ નાની એવી વાત જોતજોતામાં હિંસક બની ગઈ હતી. આવેશમાં આવીને મેહુલે તેના પિતા હર્ષદભાઈ પર હુમલો કરી દીધો હતો.

