Site icon hindtv.in

સુરતના પાંડેસરા વિસ્તારમાં પુત્રએ હત્યા કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં પુત્રએ હત્યા કરી
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં પુત્રએ હત્યા કરી
રીક્ષા ખરીદવા પિતાએ રૂપિયા નહી આપતા પુત્રએ હત્યા કરી
હત્યારા પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતની ધરપકડ કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં રીક્ષા ખરીદવા પિતાએ રૂપિયા નહી આપતા પુત્રએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પુત્રે જ પિતાની હત્યા કરતા વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી હતી. વાત એમ છે કે મુળ બિહારના પટનાના અને વર્ષોથી પાંડેસરામાં રહી ફેક્ટરીમાં કામ કરતા જયવંત પાસવાન પાસે પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતે રીક્ષા ખરીદવા માટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી જો કે પિતાએ રૂપિયા ન આપતના બન્ને પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતે પિતાને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યા બાદ પિતાનુ માથુ પકડી દિવાલમાં જોરથી અથડાવ્યુ હતુ અને ત્યારબાદ પેટ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ કરતા તાત્કાલિક જયવંત પાસવવાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version