Site icon hindtv.in

સુરતના અમરોલીના કોસાડ આવાસ ખાતે ઝઘડામાં પુત્રની હત્યા

સુરતના અમરોલીના કોસાડ આવાસ ખાતે ઝઘડામાં પુત્રની હત્યા
Spread the love

સુરતના અમરોલીના કોસાડ આવાસ ખાતે ઝઘડામાં પુત્રની હત્યા
પિતાને ગંભીર ઈજાઓ પહોંચાડનાર હત્યારાઓ ઝડપ્યા
રાજુ નથુ શેખ, સિરાજહુસેન નથુ શેખ અને સદામહુસેન નથુ શેખ ઝડપાયો

સુરતના અમરોલીના કોસાડ આવાસ ખાતે નજીવી બાબતે થયેલા ઝઘડામાં પુત્રની હત્યા કરી પિતાને ગંભીર ઈજાઓ પહોંચાડનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ અમરોલી પીઆઈ જેબી વનારની ટીમ કોસાડ આવાસ ખાતે નજીવી બાબતે યુવાનની હત્યા કરી તેના પિતાને ગંભીર ઈજાઓ કરી હોસ્પિટલે પહોંચાડનાર હત્યારાઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે પીએસઆઈ જેજી કામળીયાની ટીમના અપોકો વનરાજસિંહ તથા સંજયસિંહને મળેલી બાતમીના આધારે કોસાડ આવાસમાં પિતા પુત્ર પર હુમલો કરી પુત્રની હત્યા કરી પિતાને હોસ્પિટલે પહોંચાડનાર હત્યારાઓ સાદાબહુસેન ઉર્ફે રાજુ નથુ શેખ, સિરાજહુસેન નથુ શેખ અને સદામહુસેન નથુ શેખને ઝડપી પાડ્યા હત અને ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version