Site icon hindtv.in

સુરતના લિંબાયત વિસ્તારમાં તરૂણીને વેચી

સુરતના લિંબાયત વિસ્તારમાં તરૂણીને વેચી
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારમાં તરૂણીને વેચી
તરૂણીને 50,000 માં વેંચી હવસખોરને હવાલે કરી
મુખ્ય સુત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જો વોન્ટેડ

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી તરૂણીને વેંચચી મારી હવસખોરને હવાલે કરનાર મહિલા અને તેના દિયરને લિંબાયત પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.

સુરતના લિંબાયતમાં રહેતી 14 વર્ષ તરુણીને કેટરિંગમાં કામ અપાવવાનુ કહીને વેંચી મારી તરુણીને હવસખોરોના હવાલે કરનાર કુખ્યાત ફરજાના ઉર્ફે ફજજોની અને તેના દિયરની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. વાત એમ છે કે 14 વર્ષીય તરૂણીને કામ અપાવવાના બહાને પહેલા આ ટોળકીએ લસકાણામાં 50,000 માં જ્યારે સોલાપુરમાં બે લાખમાં વેચી હતી. 25 નવેમ્બર 2025 ના રોજ ઘટના સામે આવી હતી. જેમાં લીંબાયત પોલીસે એક મહિલા સહીત 2 લોકોની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય સુત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જો વોન્ટેડ હોય અને હાલ તે પાનોલીમાં પાંચ મહિનાથી છુપાઈ હોય તેને તેના દિયર સાથે ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો. હાલ આ ટોળકીની લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version