Site icon hindtv.in

સુરતમાં ગુનાખોરી ડામવા એસઓજીનું ‘ઓપરેશન રેમ્બો-2’ શરૂ

સુરતમાં ગુનાખોરી ડામવા એસઓજીનું ‘ઓપરેશન રેમ્બો-2’ શરૂ
Spread the love

સુરતમાં ગુનાખોરી ડામવા એસઓજીનું ‘ઓપરેશન રેમ્બો-2’ શરૂ
હથિયારો સાથે 45 શખ્સો સહિત કુલ 52 આરોપીઓ ઝડપાયા
શહેરના વિવિધ વિસ્તારોમાં એસઓજીની તાબડતોબ કાર્યવાહી
આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો સહિત મુદ્દામાલ જપ્ત

સુરતમાં ગુનાખોરી ડામવા એસઓજી પોલીસે ઓપરેશન રેમ્બો-2 શરૂ કરી હથિયારો સાથે 45 શખ્સો સહિત કુલ 52 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે નાયબ પોલીસ કમિશનર નકુમ અને પીઆઈ સોનારાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન રેમ્બો-2 હાથ ધરી શહેરમાં ઘાતક હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. લિંબાયત, અડાજણ, વરાછા, રાંદેર, ખટોદરા, લાલગેટ, અઠવા સહિતના વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ચપ્પુ, રેમ્બો છરો, ખંજર અને અન્ય ઘાતક હથિયારો સાથે કુલ 45 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત 4 તડીપાર આરોપીઓ અને 3 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી કુલ 52 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version