Site icon hindtv.in

સુરત: સિક્યુરિટી એજન્સીઓ સામે એસઓજીની સઘન કાર્યવાહી

સુરત: સિક્યુરિટી એજન્સીઓ સામે એસઓજીની સઘન કાર્યવાહી
Spread the love

સુરત: સિક્યુરિટી એજન્સીઓ સામે એસઓજીની સઘન કાર્યવાહી
લાયસન્સ વગર એજન્સી ચલાવનાર 14 સંચાલકો સામે કાર્યવાહી
બિનતાલીમ ગાર્ડ અને બાયોડેટા વેરિફિકેશન મામલે કાર્યવાહી

સુરતમાં સિક્યુરિટી એજન્સીઓ સામે એસઓજીએ સઘન ચેકિંગ હાથ ધર્યું હોય તેમ વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવવી, બિનતાલીમ પામેલા સિક્યુરિટી ગાર્ડ રાખવા અને ગાર્ડનું બાયોડેટા વેરિફિકેશન નહીં કરાવનારા એજન્સી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં 14 સિક્યુરિટી એજન્સીના સંચાલકો સામે કાર્યવાહી કરી છે.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તથા અમદાવાદ શહેરમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા બળાત્કારનો બનાવ બનેલ હોય જે અનુસંધાને સિક્યુરીટી એજન્સીઓને ચેક કરવા આપેલી સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમ અને પીઆઈ એએસ સોનારની ટીમી સુચના સાથે એસઓજીની અલગ અલગ ટીમોએ શહેરના જુદાજુદા વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. જેમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવવી, બિનતાલીમ પામેલા સિક્યુરિટી ગાર્ડ રાખવા અને ગાર્ડનું બાયોડેટા વેરિફિકેશન નહીં કરાવનારા એજન્સી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં 14 સિક્યુરિટી એજન્સીના સંચાલકો સામે કાર્યવાહી કરી છે.

Exit mobile version