Site icon hindtv.in

સુરત વરાછામાં એસઓજીના દરોડામાં ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ

સુરત વરાછામાં એસઓજીના દરોડામાં ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ
Spread the love

સુરત વરાછામાં એસઓજીના દરોડામાં ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ
શંકાસ્પદ તંબાકુ અને પાન મસાલાનો જથ્થો કબ્જે કર્યો.
નેહરુનગરમાં પોલીસની ઓચિંતી રેડમાં 29 લાખથી વધુનો જથ્થો જપ્ત

સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે વરાછા વિસ્તારમાંથી એસઓજીની ટીમે શંકાસ્પદ તંબાકુ અને પાનમસાલાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સુરતમાં નકલીની વારંવાર બુમરાણ ઉઠી રહી છે ત્યારે વરાછા વિસ્તારમાંથી શંકાસ્પદ તંબાકુ અને પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વરાછા પોલીસ મથકની હદમાં આવેલ નહેરૂનગર ઝુપડપટ્ટીમાં આઈકોન પ્લાઝાની બાજુની ગલીમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી શંકાસ્પદ તંબાકુ અને પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો જેથી એસઓજીની ટીમે શંકાસ્પદ તંબાકુ અને પાન મસાલાનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version