Site icon hindtv.in

માંડવી : ડેડીયાપાડામાં મહિલા નેતા પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી

માંડવી : ડેડીયાપાડામાં મહિલા નેતા પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી
Spread the love

માંડવી : ડેડીયાપાડામાં મહિલા નેતા પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી
તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ ફેસબુક પર અપમાનજનક પોસ્ટ
આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

ડેડીયાપાડા ખાતે આદિવાસી મહિલા ચંપાબેન વસાવા માટે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી આદિવાસી મહિલાનું અપમાન કરવા બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.

આદિવાસી મહિલા આગેવાન ચંપાબેન વસાવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તારીખ 5/ 7/ 2025 ના રોજ ડેડીયાપાડા. તાલુકો ડેડીયાપાડા મુકામે થયેલ ઘટના અનુસંધાને માંડવી તાલુકા જિલ્લા સુરતના અરેઠગામના મનીષ શેઠ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર facebook instagram પર ચંપાબેન વસાવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી 5/ 7/2025 ના રોજ સાગબારા જીલ્લા નર્મદા વિરુદ્ધ અશોભનિય પોસ્ટ મૂકી આદિવાસી મહિલા નું અપમાન કરેલ છે ઉપરોક્ત ઈસમ ઉજળીયાત સમાજના હોય તેઓ હંમેશા આદિવાસી સમાજમાં ભાગલા પાડવાના કૃત્ય કરતા આવેલ છે જેઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય એવું લાગે છે. જેથી ચંપાબેન જેવા પ્રતિષ્ઠિત સમાજના મહિલા મોભી વિરોધ જે શબ્દો વપરાયેલા છે જેથી આદિવાસી સમાજ ની મહિલા નું ઘોર અપમાન કરેલ છે. જેથી મનીષ શેઠ ની વિરુદ્ધ આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ હોય તેની તાત્કાલિક ધરપકડ કરવા આજરોજ મહામહિમ રાજ્યપાલ ને સંબોધીને માંડવી પ્રાંત અધિકારીને શ્રી ને આવેદનપત્ર આપેલ છે જેથી તાત્કાલિક ધરપકડ કરવા અમારી લાગણી અને માંગણી છે

Exit mobile version