Site icon hindtv.in

કતારગામના વિસ્તાદેવડી રોડ પર લાખોના હીરાના પાર્સલની સ્નેચિંગ

કતારગામના વિસ્તાદેવડી રોડ પર લાખોના હીરાના પાર્સલની સ્નેચિંગ
Spread the love

કતારગામના વિસ્તાદેવડી રોડ પર લાખોના હીરાના પાર્સલની સ્નેચિંગ
ક્રાઈમ બ્રાન્ચે એક લૂંટારુને ઝડપી પાડ્યો
લૂંટમાં સામેલ અન્ય એક આરોપી ફરાર
ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસની તપાસ તેજ કરી

સુરતના કતારગામ વિસ્તાદેવડી રોડ પર લાખોના હિરાના પાર્સલની થયેલી સ્નેચીંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પોલીસે એક લુંટારૂને ઝડપી પાડ્યો હતો જ્યારે તેનો સાગરીત ભાગી છુટતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરાયા હતાં.

સુરતમાં કતારગામના વસ્તાદેવડી રોડ પર આવેલી મહંત એમ્પાયર બિલ્ડિંગ સામે 4 લાખ 66 હજાર થી વધુની કિંમતના હીરાનું પાર્સલ ઝૂંટવી લેવાની ઘટના બની હતી. 30 ઓક્ટોબરની સવારે હીરા કારીગર વિજય રાઠોડ નેચરલ પોલિશ્ડ ડાયમંડનું પાર્સલ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન મોઢા પર રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા અને વિજય પાસેથી હીરાનું પાર્સલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન વિજય રાઠોડ પર શંકા જતાં તેને ડિટેઈન કરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, વિજયે પોતાના જૂના સાથીદાર કિશન પાળદીયા સાથે મળીને હીરાનું પાર્સલ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. વિજય પોતે હીરાનું પાર્સલ લઈને ક્યાંથી નીકળવાનો છે તેની જાણ કિશનને કરતો હતો અને ત્યારબાદ કિશન અન્ય એક શખ્સ સાથે બાઈક પર આવી પાર્સલ ઝૂંટવી લીધો હતો. લૂંટાયેલા હીરા વેચીને મળનારી રકમ બંનેએ ભાગે વહેંચવાનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો આ સ્નેચીંગ કેસમાં પોલીસે વિજય રમેશભાઈ રાઠોડની ધરપકડ કરી તેનો કબજો કતારગામ પોલીસને સોંપ્યો છે. જ્યારે તેના સાથીદાર કિશન પાળદીયા સહિત બેને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

Exit mobile version