સુરતના લિંબાયતમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી
ગોવિંદનગરમાં દુકાનનું તાળું તોડી તસ્કરો ફરાર
પ્લોટ નંબર 149ની કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના
ચોરીની ઘટનાથી લિંબાયત પોલીસ દોડતી થઈ
સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયતમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં પ્લોટ નંબર 149માં આવેલી કરિયાણાની દુકાનનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો રીઢાઓ સીસીટીવીમાં કેદ થયા હતાં.
સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના લિંબાયતમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. લિંબાયત ખાતે આવેલ ગોવિંદ નગરમાં પ્લોટ નંબર 149માં કરિયાણાની દુકાન ધરાવતા દુકાનદાર મોહમ્મદ સાદાબ રાત્રે 11 વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. અને સવારે 6:30 વાગ્યે દુકાન ખોલવા પહોંચતા તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરો દુકાનમાંથી કરિયાણાનો સામાન તેમજ ગલ્લામાંથી અંદાજે 30થી 40 હજાર રૂપિયાની રોકડ ચોરી ગયા હતાં. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ દુકાનદારે ચોરીની ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે ગુનો નોંધી સીસીટીવીની મદદથી ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

