Site icon hindtv.in

સુરતની સ્મીમેર હોસ્પિટલની સુરક્ષામાં ચૂક?

સુરતની સ્મીમેર હોસ્પિટલની સુરક્ષામાં ચૂક?
Spread the love

સુરતની સ્મીમેર હોસ્પિટલની સુરક્ષામાં ચૂક?
દાખલ દર્દી પાંચમાં માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો
માથામાં ગંભીર ઇજાથી મોત

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં દાખલ દર્દી અચાનક પાંચ મા માળેથી શંકાસ્પદ હાલતમાં પટકાયા બાદ મોતને ભેટતા સ્મિમેરની સુરક્ષા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વરાછા વિસ્તારમાં રહેતા દર્દી રમેશ યાદવ અચનક પાંચમા માળેથી નિચે પટકાયો હતો. જને લઈ માથામા ગંભીર ઈજાઓ થતા રમેશ યાદવનુ હોસ્પિટલના બિછાને મોત નિપજ્યુ હતું. તો બીજી તરફ અહિ સવાલોએ ઉભા થઈ રહ્યા છે કે સ્મિમેર હોસ્પિટલમાં બે દિવસથી દાખલ દર્દી પાંચમા માળે ગયો કઈ રીતે અને ત્યાંથી પટકાયો કઈ રીતે. જેને લઈ સ્મિમેરની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. હાલ તો વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version